વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ તેની 118મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે 12000થી વધુ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરશે

એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની, 1907માં સ્થપાયેલી, આ વર્ષે પોતાની 118મી વર્ષગાંઠ ઉજવી રહી છે. વડોદરામાં મૂળ ધરાવતી આ સંસ્થા ફક્ત ઔષધ નિર્માણમાં જ નહીં, પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવામાં પણ અગ્રેસર રહી છે.

118મી વર્ષગાંઠની ઉજવણી: 12000 વૃક્ષોનું વાવેતર અને જતન

દર વર્ષની જેમ, આ વર્ષે પણ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સે પોતાની વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે એક ખાસ પહેલ કરી છે. કંપનીએ આ વર્ષે 12000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, જે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ વૃક્ષોનું વાવેતર હાલોલ નજીક પાનેલાવ અને તેની આસપાસના સંકુલમાં ઉગાડવામાં આવશે.

એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સે 118મી વર્ષગાંઠની ઉજવણીમાં વિવિધ એનજીઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાનનું આયોજન કર્યું છે. આ પહેલ દ્વારા 76 હજાર લોકોને ભોજન પૂરું પાડવામાં આવશે, જે એલેમ્બિકની સામાજિક જવાબદારી પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે બેંક ઓફ બરોડા ની સ્થાપના થઈ ત્યારે પ્રથમ એકાઉન્ટ એલેમ્બિક ફાર્મા નો હતો.. જે ખુદ એક ઐતહાસિક બાબત છે.એલેમ્બિક સિટી વડોદરાનું નવું હેંગઆઉટ હબ બની રહ્યું છે, જેનું મુખ્ય કારણ તેની આસપાસની લીલીછમ હરિયાળી છે. એલેમ્બિક કેમ્પસ, જે પહેલેથી જ વડોદરાના ફેફસા તરીકે ઓળખાય છે, તે તેની ગાઢ હરિયાળીને કારણે શહેરના ગ્રીન કેમ્પસ તરીકે પ્રખ્યાત છે. આ કેમ્પસમાં દાયકાઓ જૂના વૃક્ષો ની લીલોતરી અને શાંત વાતાવરણ લોકોને આકર્ષે છે, જે આલેમ્બિક સિટીને મિત્રો અને પરિવાર સાથે આનંદ માણવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *