વડાલિયા ફૂડસના સંચાલક સાથે 10.98 કરોડની છેતરપિંડી

રાજકોટની જાણીતી વડાલિયા ફૂડસ પેઢીના સંચાલક સાથે સ્ટોન ક્રશરમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચે 10.98 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં સંચાલકો દ્વારા જુદી-જુદી ત્રણ પેઢી શરૂ કરી કપચીનો વેપાર કરવામાં વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચે વર્ષ 2019થી 2024 દરમિયાન 6.90 કરોડનું રોકાણ કરાવી કટકે-કટકે 1.08 કરોડ પરત આપ્યા હતા.

ત્યારબાદથી રકમ આપવાનું બંધ કરી દેતાં અત્યાર સુધીમાં વળતર સહિત 10.98 કરોડ ન ચૂકવવામાં આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે ફરિયાદ નોંધી આરોપી અમિત ભાણવડીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી અને ફરિયાદી વર્ષ 2019થી સંપર્કમાં આવ્યા હતા રાજકોટ શહેરના નાનામવા રોડ ઉપર માસૂમ સ્કૂલની બાજુમાં ગોલ્ડન આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને વડાલિયા ફૂડસ પેઢી ચલાવતા દર્શનભાઇ રસિકભાઇ વડાલિયા (ઉ.વ.42)એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં મોટામવાના ફોર્ચ્યુન એકઝોટીકમાં રહેતા વિજય હરિભાઇ માકડિયા અને અમિત રમેશભાઇ ભાણવડિયા સામે નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આરોપીઓએ વર્ષ 2019થી સંપર્કમાં આવ્યા બાદ સ્ટોન ક્રશરમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળે છે તેમ જણાવી બાદ ધીમે-ધીમે દર્શન મિનરલ્સ, જય સ્ટોન ક્રશર અને દર્શિલ સ્ટોન ક્રશરના નામની ત્રણ ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ ભાગીદારી પેઢીમાં કપચીનો વેપાર કરવા માટે વર્ષ 2019થી 2024 દરમિયાન ભાગીદારી એકાઉન્ટમાં રૂ.6,90,67,000 રકમ જમા કરાવી હતી.

આરોપીએ ફરિયાદીને રૂ.1,08,04,532 પરત આપ્યા હતા આ રકમ દર્શનભાઇએ પોતાના સંબંધીઓ પાસેથી મેળવી હતી ત્યારબાદ આરોપીઓ દ્વારા ઉપરોકત કરેલ રોકાણના રૂપિયા વળતર સહિત બંને લોકો પાસે માંગતા તેઓ દ્વારા થોડા રૂપિયા આપ્યા હતા. જેથી, તેઓ પર વધુ વિશ્વાસ આવતા જે રૂપિયા રોકાણ કર્યા હતા તે વળતર સહિત પરત માંગતા હતા ત્યારે આ બંને શખસોએ જે રોકાણ છે, તેના વળતર સહિતની રકમ આગળના રોકાણમાં ગણી તમામ રકમ વળતર સહિત ચૂકવી આપશું કહી વિશ્વાસ બેસે એ રીતે વાતો કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *