વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જે અંતર્ગત આજરોજ શહેરમાં સી.આઇ.એસ.એફ. યુનિટ દ્વારા “સ્વછતા હી સેવા” અંતર્ગત સ્વછતા રેલી અને મેરેથોન યોજાયા હતા. આ કાર્યક્રમનું તા. 17 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રારંભ નિમિતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી. જી.એસ.ટી. કોલોનીથી રેસકોર્સ થઇને જૂના એરપોર્ટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ એરપોર્ટના ડી.સી./સી.એ.એસ.ઓ.ના અધિકારી અમનદીપ સીરસવા દ્વારા આ સ્વછતા અંગેની રેલીનો ફ્લેગ ઓફ કરવામાં આવેલ હતું. જેમાં સી.આઇ.એસ.એફ.ના 45 જવાનો, મનપાના 25 સફાઇ કર્મચારીઓ, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.