વડાપ્રધાન બળાત્કારી માટે મત માંગી રહ્યા છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ 2 મે, ગુરુવારે કર્ણાટકના શિવમોગામાં એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન માસ રેપિસ્ટ (અનેક પર બળાત્કાર કરનાર) માટે મત માંગી રહ્યા છે. તેમણે બળાત્કારીને ભારતમાંથી ભાગી જવામાં મદદ કરી, આ મોદીની ગેરંટી છે. કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન છે. જેડીએસ સાંસદ અને એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જ્વલ રેવન્ના ગૌડા પર બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવવાના આરોપ છે.

રાહુલે એમ પણ કહ્યું કે મહાલક્ષ્મીની વાત કરતા જ ભારતના વડાપ્રધાન ચિડાઈ જાય છે. કારણ કે તેમના અબજોપતિ મિત્રોને પૈસા મળી રહ્યા નથી

કર્ણાટકની હાસન લોકસભા સીટ પર 26 એપ્રિલ 2024ના રોજ મતદાન થયું હતું. પૂર્વ પીએમ એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર પ્રજજ્વલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન પહેલાં સોશિયલ મીડિયા પર 200થી વધુ અશ્લીલ વીડિયો વાઇરલ થયા.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વાઇરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી હતી અને છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી અને પ્રજ્જ્વલ વીડિયો શૂટ કરી રહ્યો હતો.

બીજેપી નેતા દેવરાજ ગૌડાએ દાવો કર્યો હતો કે પ્રજ્જ્વલની પેન ડ્રાઈવમાં 2900થી વધુ અશ્લીલ વીડિયો છે. હાલ પ્રજ્જ્વલ દેશમાંથી ભાગી ગયો છે, તે વિદેશમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ આપ્યા બાદ તેઓ જર્મની જવા રવાના થયો હતો.

વાઇરલ વીડિયો મામલે રેવન્નાની ઘરની નોકરાણીએ 28 એપ્રિલે એચડી રેવન્ના (67) અને તેમના પુત્ર પ્રજ્જ્વલ રેવન્ના (33) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલા નોકરાણીએ તેની ફરિયાદમાં આરોપ છે કે જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે એચડી રેવન્ના તેને અને અન્ય મહિલા કર્મચારીઓને રૂમમાં બોલાવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *