શહેરમાં લોન અપાવી દેવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ચીટર સામે વધુ અેક ફરિયાદ નોંધાઇ છે. જેમાં જામનગર રોડ પર એસઆરપી ઘંટેશ્વર પાસે રહેતા યુવક સાથે રૂ.2.38 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતાં તાલુકા પોલીસે ચીટર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર અેસઆરપી કેમ્પ પાસે અતુલ્યમ બંગ્લોઝમાં રહેતા દેવદત્તભાઇ છત્રપાલભાઇ સીંગએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મહાવીરસિંહ જિતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને બેંકમાં તેની ઓળખાણ હોય લોન અપાવી દઇશ કહી રૂ.2.38 લાખ લઇ ગયા બાદ લોન નહીં અપાવી દઇને ઠગાઇ કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.