લોનઇચ્છુક પાસેથી મિત્રએ ડોક્યુમેન્ટ લઇ પેઢી બનાવી, લાખોના વ્યવહાર કર્યા

પિતાનું નિધન થતાં આર્થિક ભીંસના કારણે યુવક લોન મેળવવા મિત્ર પાસે ગયો હતો અને મદદ માગી હતી, મિત્રએ લોન અપાવી દેવાનું કહી તમામ ડોક્યુમેન્ટ મેળવી યુવકના નામે બારોબાર પેઢી ઉભી કરી, જીએસટી નંબર મેળવી લાખો રૂપિયાના વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.

શહેરના નાણાવટી ચોક પાસેની પરમેશ્વર સોસાયટીમાં રહેતા અને વિમા કંપનીમાં હાઉસકિપિંગનું કામ કરતાં ઉમેશ ગીરીશભાઇ ચૌહાણે (ઉ.વ.21) ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મિત્ર કૌશિક આહીર અને રાહુલ બારૈયાના નામ આપ્યા હતા. ઉમેશ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2020માં તેના પિતાનું કોરોના સમયે અવસાન થયું હતું, નાણાની જરૂરીયાત ઉભી થતાં લોન લેવાનું નક્કી કર્યું હતું તે વખતે તેના શાળાના મિત્ર કનૈયા ચોકમાં રહેતા કૌશિક આહિરનો ભેટો થયો હતો અને રૂ.5 લાખની લોન લેવી છે તેવી વાત કરી હતી.

કૌશિક આહિરે લોન કરાવી આપશે પરંતુ કમિશન આપવું પડશે તેવી શરત રાખી હતી અને ઉમેશે તે વાત સ્વીકારી હતી, અઠવાડિયા પછી કૌશિક તેના મિત્ર ઉમેશને સાધુ વાસવાણી રોડ નજીક આવેલી બેંકે લઇ ગયો હતો અને ત્યાં બેંકના કર્મચારી રાહુલ બારૈયા સાથે પરિચય કરાવ્યો હતો, અને લોનની વાત કરી હતી, રાહુલે આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઉમેશ પાસેથી લીધા હતા અને લોન પ્રોસેસ ફી તરીકે રૂ.5 હજાર લીધા હતા, લાંબો સમય વિતવા છતાં લોન મંજૂર નહી થતાં ઉમેશે મિત્ર કૌશિક આહીર અને રાહુલ બારૈયાને ફોન કર્યા હતા તો તેમણે યોગ્ય જવાબ આપ્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *