લોધિકા તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કરનારા બે લોકો સામે મામલતદારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને રૂ.50 લાખનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના હરિપર ગામે દબાણની જમીન સરવે નંબર 160 સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કરવા બદલ મામલતદાર, લોધિકાની કોર્ટ દ્વારા બે અલગ-અલગ કેસમાં દબાણકારોને કુલ રૂ.55,250 નો દંડ ફટકારી દબાણ દૂર કરવા હુકમ કરાયો છે. આ હુકમ જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કરવામાં આવ્યો છે.
મામલતદાર, લોધિકાની કોર્ટ દ્વારા હુકમ મળ્યાના 10 દિવસમાં દબાણવાળી તમામ સરકારી જમીનનો કબજો સ્વમેળે અને સ્વખર્ચે ખુલ્લો કરવો અને બિનઅધિકૃત દબાણ બદલ નક્કી કરાયેલ દંડની રકમ હુકમ મળ્યાની તારીખથી એક માસમાં તલાટી-કમ-મંત્રી હરિપર તરવડા ગ્રામપંચાયત કચેરી ખાતે ભરપાઈ કરવા માટેનો હુકમ કર્યો છે.