લોધિકાના પીપરડીમાં રેવન્યુ સરવે નંબર 218 પૈકીની 2 હજાર ચોરસ મીટર જમીન પર આશ્રમનું બાંધકામ કરી આશ્રમ સંચાલક સંજય ગોવિંદભાઇ ગોહેલ દ્વારા જીગાબાવા ટ્રસ્ટના નામે નોંધણી કરાવવા જતા ચેરિટી કમિશનરની તપાસમાં આશ્રમ સંચાલકે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાનું સામે આવતા ચેરિટી કમિશનરે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. ચેરિટી કમિશનરના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા લોધિકા મામલતદારને તપાસ કરી પગલાં ભરવા આદેશ કરતા સમગ્ર ભોપાળું છતું થયું છે.
છેલ્લા દસ વર્ષથી પીપરડી ગામે 2000 ચોરસમીટર સરકારી જમીનમાં આશ્રમનું દબાણ કરી લીધું હોવાનું સામે આવતા દબાણ કેસ ચલાવી જીગાબાવા આશ્રમના સંચાલકને રૂ.23,200નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.