રાજકોટ શહેરમાં આજે જી.એસ.ટી.વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં આવેલા લોખંડ ભંગારનાં ધંધાર્થીઓને ત્યા ગુપ્ત રાહે દરોડા પાડી કરચોરી અંગે સઘન તપાસણી હાથ ધરી હોવાનું જી.એસ.ટી.વિભાગનાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ અંગેની સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરનાં જુદા-જુદા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા 4થી 5 જેટલા લોખંડ ભંગારનાં ધંધાર્થીઓને ત્યાં જી.એસ.ટી.વિભાગે આજે સવારથી દરોડા પાડ્યા હતા અને કરચોરી અંગે સઘન તપાસણી હાથ ધરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોખંડ ભંગારનાં ધંધાર્થીઓ બોગસ બિલિંગ કરી અને કોઈ બિલ કે આધાર વિના વેંચાણ-ખરીદી કરી કરોડો રૂપિયાની કરચોરી કરે છે.