રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી વિરલ છગનભાઇ ભટ્ટી (ઉ.વ.50,રહે. મુળ-શાસ્ત્રીનગર અજમેરા બ્લોક નં ઇ-83, નાનામવા રોડ, રાજકોટ અને હાલ રહે. સુંદરમ વિલ્લા બ્લોક નં.34, કરમલા ઓલપાડ, સુરત) ને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
અન્ય બનાવમાં રાજકોટના છઠ્ઠા અધિક્ષક ચીફ જ્યુડિશયલ મેજિસ્ટ્રેટની સ્પેશિયલ નેગોશ્યેબલ કોર્ટના સજા વોરન્ટના નાસતા ફરતા આરોપી કેવલ પ્રવિણભાઇ કાપડીયા (ઉ.વ.35, રહે. સીંધોઇ કૃપા, શ્યામનગર સોસાયટી-2, વાસંગી દાદા મંદિરની સામે, રાજકોટ)ને પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને થોરાળા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અન્ય બનાવ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જીલ્લાના વંથલી પોલીસ સ્ટેશનનાં જુગારધારાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા સુરેશભાઈ વિઠ્ઠલદાસ મદાણી (ઉં.વ.62, રહે.મહા લક્ષ્મિનગર, શેરી ન.4, જીવંતીકા મકાન, ઈન્દિરા સર્કલ પાસે, રાજકોટ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીને આગળની તપાસ માટે વંથલી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.