લૂંટારૂ ટોળકીના મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો

રાજકોટ શહેરમાં ગત 18મીએ સવારના સમયે ત્રણ સવારીમાં બાઇકમાં નીકળી છરી બતાવી પાંચ લૂંટ કરનારી ટોળકીના ત્રણ સાગરીતોને અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડી લીધા બાદ મુખ્‍ય સુત્રધાર સમીર ઉર્ફ સમલો અબદુલભાઇ ઠેબા (ઉ.વ.28)ને શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. સમીર ઉર્ફ સમલો રીઢા ગુનેગારની છાપ ધરાવે છે અને અગાઉ એ-ડિવીઝન, આજીડેમ, શાપર વેરાવળ, ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, દારૂ સહિતના 9 ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે. ગત 18મીએ લૂંટના ત્રણ ગુના બન્‍યા હતાં. જેમાં ત્રણ સવારીમાં ત્રણ શખ્‍સોએ જે તે લોકોને આંતરી છરી બતાવી રોકડ-દાગીના-મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. જે પૈકી એ-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા ખેડુત માનસીંગભાઇ ઘોડને લૂંટી લેવાના ગુનામાં સામેલ સમીર ઉર્ફ સમલો સતત ફરાર હતો તેને પકડી લેવાયો છે. અગાઉ ક્રાઇમ બ્રાંચની ટીમે સમીર ઉર્ફ સમલાના સાગ્રીતો ભરત ઉર્ફ ભરતો પોપટભાઇ પરમાર, રમીઝ ઉર્ફ બચ્‍ચો ઇમરાનભાઇ જેસડીયા અને નિલેષ ઉર્ફ ભુરી ઉર્ફ ભુરો ગોપાલભાઇ વાઘેલાને પકડી લઇ રોકડા 4500, સોનાની કડી 12 હજારની અને બાઇક મળી કુલ 66500નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *