લુણીવાવ નજીક રેઢી પડેલી ઇકો કારમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ચાલક નાસી ગયો હોઇ, કારના નંબરના આધારે તેના માલિકની તપાસ શરૂ કરવામાં આવી છે. તાલુકા પોલીસે રૂ. 4,51,800નો મુદામાલ કબજે લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પીએસઆઇ આર.જે. જાડેજા નાં માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. રુપકભાઇ બહોરા, રવિરાજસિહ વાળા, રણજીતભાઈ ધાધલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉમવાડા લુણીવાવ રોડ પર છાપરવડી ડેમની ઓફિસ સામે સરકારી ખરાબાની જગ્યામાં દારુની હેરાફેરી થતી હોવાની બાતમી મળતાં હે.કોન્સ. મયુરધ્વજસિહ રાણા, સંજયભાઈ મકવાણા, રાજદેવસિહ ચુડાસમા, જયસુખભાઇ જીંજાળા સહિતે તપાસ કરતા બિનવારસી ઇકો કાર પડી હોય ચેક કરતા વિદેશી દારુનો જથ્થો મળી આવતા કબ્જે કરી કાર ચાલકની શોધખોળ શરુ કરી તપાસ હાથ ધરી છે.