લીવરના કેન્સર સાથે જીવતા 15 વર્ષીય તરુણનુ બેભાન થયા બાદ મોત

શહેરનાં રૈયાધાર ધરમનગરમાં 15 વર્ષિય રવિ વાઘેલાનું બીમારી સબબ મોત નીપજતા શોકની મોજુ ફરી વળ્યુ છે. મૃતક રવિને લીવરનું કેન્સર હતું. રૈયાધાર ધરમનગર મફતિયાપરામાં રહેતો રવિ ખોડાભાઈ વાઘેલા (ઉ.વ.15) નામનો તરૂણ ગઈ કાલે પોતાનાં ઘરે બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક રવિ પાંચ વર્ષનો હતો ત્યારે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. અને તેને લિવરનું કેન્સર હતું. રવી ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *