લીમડા ચોક પાસે બેંકમાંથી નીકળતા ચાંદીના વેપારીને છરી બતાવી રૂ. 2.50 લાખ લૂંટી લીધા હતા

રાજકોટના લીમડા ચોક સહિતના એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. 25 વર્ષીય ચાંદીનો વેપારી ઉજ્જવલ બેંકમાંથી રોકડ ઉપાડી બહાર આવતાં જ મહિલા સહિત ત્રિપુટી ત્રાટકી હતી અને છરીની અણીએ રૂ. 2.50 લાખની લૂંટ ચલાવી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. જોકે એ-ડિવિઝન પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ એલસીબી ઝોન-2ની ટીમે એક મહિલા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી અઢી લાખની રોકડ, કાર મળી 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

3 અજાણ્યા શખ્સો સામે એ-ડિવિઝન પોલીસમાં લૂંટની ફરિયાદ બનાવ અંગે રાજકોટના મોચીનગર શેરી નં.6માં રહેતાં શીફાનભાઈ અર્શાદભાઈ પરમાર (ઉં.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહિલા સહિત 3 અજાણ્યા શખ્સો સામે એ-ડિવિઝન પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ હોલસેલ ચાંદીનો વેપાર કરે છે. ધંધામાં ભાગીદાર તરીકે હેતભાઇ વિપુલભાઇ પંચમીયા છે. ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તે તેના ભાગીદાર હેતભાઇ સાથે લિમડા ચોક પાસે, ધીરજ સ્ટોરની બાજુમા આવેલા ઉજજીવન બેંકમાં ધંધાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતાં.

તેમનો ભાગીદાર હેતભાઈ બેંકની બહાર ઉભો હતો. યુવાને પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ.2.50 લાખ ઉપાડ્યા અને તે રૂપિયા તેમના ટ્યુશન બેગમાં રાખ્યા હતા. જે બાદ તે બેંકમાંથી બહાર આવતો હતો ત્યારે એક અજાણી મહિલા પણ તેમની સાથે બહાર આવેલી અને બહાર પહોંચી તો ભાગીદાર હેતને જોયો નહીં. જે દરમિયાન સામેથી 2 અજાણ્યા શખ્સો તેમની પાસે આવી નામ અને સરનામું પૂછી તથા તારા બેગમા શું છે તેમ પુછવા લાગ્યા હતા, પરંતુ યુવાન તેમને ઓળખતો ન હોય તેથી તમે કોણ છો તેવુ પૂછ્યું હતું.

‘આ બેગ અમને આપી દે નહીંતર અમે તને મારી નાખશું’ જોકે આ અજાણ્યા 2 શખ્સોમાંથી એક શખ્સે તેના કમરના ભાગે રાખેલી છરી બતાવી અને કહ્યું હતું કે, આ બેગ અમને આપી દે નહીંતર અમે તને મારી નાખશું. આ દરમિયાન તેની પાછળ જે મહિલા બેંકમાથી બહાર આવી હતી. તેણે યુવાનનું બેગ ખેંચીને જતી રહી હતી. બે શખ્સોમાંથી એક શખ્સ ત્યાં પડેલું વ્હાઇટ સ્કૂટર લઈને જતો રહ્યો હતો અને અન્ય શખ્સ પણ તેની પાછળ દોડીને જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *