લાંચિયા IT ઓફિસર, નિવૃત અધિકારીના જામીન રદ

ગત 30 જાન્યુઆરી, 2026ના ફરિયાદીને રૂ.4 લાખના એરિયર્સના બિલની ચૂકવણી માટે રૂ.50 હજારની લાંચ માંગવાના ગુનામાં ઇન્કમટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ, નિવૃત ઓફિસર અને વચેટિયા પટ્ટાવાળાને ઝડપી પાડ્યા હતાં. જે ગુનામાં લાંચની રકમ માંગતા ફરજ પરના અધિકારીની રેગ્યુલર જામીન અરજી અને તેની મદદગારી કરનાર નિવૃત અધિકારીની આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટની ખાસ અદાલતના જજ દ્વારા રદ કરવામાં આવી છે.

રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ રવિકુમાર જાંગીર પાસે ફરીયાદી પોતાની રૂ.4 લાખની એરીયર્સની રકમ માટે ગયા હતા. જે સમયે આ અધિકારી દ્વારા તેમની પાસેથી 20% લેખે રૂ.80 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે જે રકજકના અંતે રૂ.50 હજારમાં નકકી થયુ હતુ. આ રકમમાંથી ફરીયાદીએ રૂ.5000 આપી દીધા બાદ રૂ.45 હજારની ચુકવણી કરવાની બાકી હતી.

જોકે ફરિયાદી તે નાણા આપવા માગતા ન હોવાથી એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી. ફરીયાદના અનુસંધાને ટ્રેપના દિવસે રૂ.45 હજાર આપવા માટે ફરીયાદી જયારે આવ્યા ત્યારે આરોપી રવિકુમારને ટ્રેપ અંગેની દહેશત થતા તેમણે ઈન્કમટેક્ષ ખાતામાંથી સવા વર્ષ પહેલા નિવૃત થયેલ આરોપી શૈલેષ ચૌહાણને ફોન કરી આ રકમ સ્વીકારવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *