લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ હવે ઘેરબેઠાં આપી શકાશે

લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા માટે હાલ લોકોએ આઈટીઆઈમાં રૂબરૂ જવું પડતું હોય છે, પરંતુ આગામી સમયમાં રાજ્યનું ટ્રાન્સપોર્ટ વિભાગ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ઘેરબેઠાં આપી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. જેના માટેના ખાસ સોફ્ટવેરનું ટેસ્ટિંગ હાલ ચાલી રહ્યું છે જેમાં જે અરજદારોને ઘેર કે ઓફિસમાં કમ્પ્યૂટર કે લેપટોપ હોય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય, વેબકેમેરાની સુવિધા હોય તેઓ ઘેરબેઠાં આ પ્રક્રિયા કરી શકે છે. જેની પાસે આ કોઈ સુવિધા ન હોય અને ઘેરબેઠાં ન ટેસ્ટ આપવી હોય તો આગામી દિવસોમાં આરટીઓમાં પણ લર્નિંગ ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ માટે ઘણા બધા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હાલમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે પોલિટેક્નિક કે પછી ITIમાં જવાનું હોય છે તે સિસ્ટમ આરટીઓમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. વ્યક્તિઓ ગમે ત્યાંથી ટેસ્ટ આપી શકે. અધિકારીઓએ જણાવ્યું કે, બાયોમેટ્રિક્સ, ખાસ કરીને ચહેરાની ઓળખ, આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરીને આ નવી સિસ્ટમ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *