દુનિયામાં સૌથી ઊંચાઈ પર યોજાતી લડાખ મેરેથોનમાં રાજકોટ રનર્સ ગ્રુપના 14 સદસ્યોએ સફળતા મેળવી રાજકોટનું નામ રોશન કરી જુદી જુદી મેરેથોનમાં મેડલો મેળવ્યા હતા. લદાખમાં હવા ખૂબ પાતળી હોય છે. અહીં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે જેમાં આ સાહસીકોએ મેરેથોનમાં ભાગ લઈ સ્પર્ધા જીતી હતી. રનર્સ ગ્રુપના અપૂર્વભાઈ મહેતાએ 122 કિલોમીટર સિલ્ક રૂટ ચેલેન્જમાં સફળતા મેળવી હતી. અજીતસિંહ વાઢેર, હર્ષ પારેખ અને ઝલકબેન વઘાસીયાએ 72 કિલોમીટર ચેલેન્જ સફળતાપૂર્વક પૂરી કરી હતી. તુષારભાઈ અને ભાવિનભાઈએ 42 કિલોમીટર ફુલ મેરેથોનમાં ભાગ લીધો હતો. જ્યારે રવિ ગણાત્રા ડોક્ટર આશિષ પંડ્યા નીતાબેન મોટલા તૃપ્તિબેન વિરડા મિરલભાઈ ખાનપરા ડોક્ટર જયેશભાઈ મહેતા ડોક્ટર દિપ્તીબેન મહેતા શૈલેષભાઈ ગોટી અને વર્ષાબેન ગોટીએ 21 કિલોમીટર હાફ મેરેથોન સફળતા પૂર્વક પૂરી કરી હતી. આ તમામ 14 સભ્યો મેડલના હકદાર બન્યા હતા.