લતીપર ગામમાં એક નશાખોર વ્યક્તિએ લક્ષ્મણ ભાઈ પટેલ વૃદ્ધ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે. આ હુમલામાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી છે.વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે, જ્યારે હાથ, પગ અને પીઠના ભાગે ફ્રેક્ચર થયા છે. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હુમલો કરનાર વ્યક્તિનું નામ ચેતન મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચેતન મિસ્ત્રી નશો કરીને ગામમાં અવારનવાર ઝઘડા કરતો રહે છે.આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસ તંત્રને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી છે.