રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા મારફત શખ્સે સગીરા સાથે પરિચય કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ બનાવમાં શહેરમાં રહેતી એક સગીરાને બે માસ પૂર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી કોટડાનાયાણી ગામે મકાનમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની સગીરાના પિતાએ ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની પરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં રહેતી એક સગીરાને બે માસ પૂર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે કોટડાનાયાણી ગામે રહેતો વિશાલ ભરતભાઈ માંસુરિયા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે ફોન નંબરની આપ-લે થયા બાદ બન્ને વાતો કરતાં હોય બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
ગત તા.28/09ના રોજ વિશાલ નામના આ શખ્સે સગીરાને ભગાડી જઈ પોતાના ઘરે કોટડાનાયાણી ગામે લઈ જઈ અવારનવાર સગીરા સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાનું જણાવતા પીએસઆઈ કારેથાએ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિશાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.