મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી આસ્થા વેન્ટીલા સોસાયટીમાં રહેતી ચાંદની જયદિપ વાજા (ઉ.વ.25)એ મોડી રાતે 3 વાગ્યે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાત્રીના સમયે ચાંદનીએ ફાંસો ખાઇ લેતાં પરિવારજનને જાણ થતાં તુરંત જ નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ, અહીં દમ તોડી દેતાં મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ચાંદની ત્રણ બહેન અને બે ભાઇમાં મોટી હતી. તેના માવતર રાજકોટના બારવણ ગામે રહે છે. પિતા કાનજીભાઇ સોરાણી ખેતી કરી ગુજરાન ચલાવે છે. પતિ જયદિપ પાંચાભાઇ વાજા પ્રાઇવેટ નોકરી કરે છે. લગ્નના પાંચ જ મહિનામાં ચાંદનીએ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.