લગ્નગ્રંથિથી બંધાય તે પૂર્વે યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દુન્યવી બંધન ફગાવ્યાં

ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તંભ હતો.આઠ મહીના પહેલા તેની સગાઇ થઇ હતી.અને દિવાળી એ લગ્ન લેવાનાં હતા. મૃતક રાજકોટ કારખાનામાં નોકરી કરતો હતો.આશાસ્પદ યુવાનનાં અકાળે મોત થી પરીવાર શોકમગ્ન બન્યો હતો અને ભારે કલ્પાંત છવાયુ હતુ.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ બપોર નાં એક વાગ્યાનાં સુમારે જબલપુરથી સોમનાથ જઇ રહેલી 11464 નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસીંગ કરી ગોંડલ તરફ આગળ ધપી રહી હતી ત્યારે રીબડા ફાટક પાસે બાબરા તાલુકા નાં મોટા દેવળીયા રહેતા જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા ઉ.22 એ ટ્રેન નીચે પડતુ મુકતા તેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ થતા ટ્રસ્ટનાં જયભાઈ માધડ એમ્બ્યુલન્સ લઇ દોડી જઇ મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકનાં પરીવારમાં માતા પિતા અને એક બહેન છે. પોતે એકમાત્ર પુત્ર હતો. બનાવની કરુણતા એ કહેવાય કે જયેશભાઈ ની સગાઇ આઠ માસ થઇ હતી. અને દિવાળી બાદ લગ્ન હતા.પરંતુ એ પહેલાજ જયેશભાઈ એ કોઇ અગમ્ય કારણોસર જયેશભાઈ એ ટ્રેન હેઠળ પડતુ મુકી જીવનનો અંત આણતા પરીવાર માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *