લક્ષ્મીવાડીમાં રહેતા પ્રિયાબા સંજયસિંહ ઝાલા (ઉ.28)એ પાંચ દિવસ પહેલાં તેના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસ મથકના જમાદાર પ્રશાંતસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.