લક્‍ઝરી કાર સેલ્‍ફ ડ્રાઈવિંગમા ભાડે મેળવી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ

રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપ્યા બાદ આરોપીઓ દ્વારા કાર પરત ન આપી છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખ્સો પૈકી એક શખ્સ રાજકોટમાંથી લકઝરી કાર ભાડે મેળવી એક સપ્તાહ સુધી રેગ્યુલર ભાડું આપી બાદમાં તે કાર આણંદના ગેરેજ સંચાલક શખ્સને વહેંચી દેતો હતો આ પછી તેમાંથી GPS હટાવી ગુજરાત બહારના રાજ્યમાં વહેંચી દેવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી પોલીસે બે થાર ગાડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના અલગ-અલગ વિસ્‍તારોમાં સેલ્‍ફ ડ્રાઈવિંગ કારના માલિકો પાસેથી ગાડી ભાડે લઈ ગયા બાદ આરોપીઓ ભાડું ચુકવતા ન હતા અને ગાડી પરત આપતા પણ ન હતા. જે અંગે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન અને તાલુકા પોલીસ સ્‍ટેશનમાં બીએનએસની કલમ 316(2) હેઠળ અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે બેને દબોચ્યા આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *