રાજકોટ નજીકના નવાગામમાં રહેતો અને મૂળ ચોટીલાના રાજપરા ગામે રહેતો સંજય ઠાકરશીભાઇ સાપરાએ સુરતના હાર્દિક દામજીભાઇ બદરૂકિયા સામે ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના મોટાભાઇ સાથે રહેતો અને નવાગામમાં બાબુ લાઇમ પ્રા.લિ. નામના ચુનાના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરતો હોય અને તેને બી.ઇ. સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ સને. 2017માં રાજકોટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યારે તેના મિત્રો જીલ, ભાર્ગવ રોકડ, તિરંગ સોજીત્રા તેના મિત્રો હોય અને અમે સને.2021માં લંડન ખાને વધુ અભ્યાસ કરવા જવાનું નક્કી કર્યું હતું જેથી ચારેય મિત્રોએ લંડન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે એજન્ટની તપાસ કરી હતી.
બાદમાં યશપાલ ચૌહાણ નામના એજન્ટનો કોન્ટેક કરી વાત કરી હતી અને તેને એપ્લીડ ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લેવાની વાત કરી હતી તેમના મારફત બીજા મિત્રોને ફીના પૈસા થઇ જતા તેઓ લંડન જતા રહેલ અને સંજય ફીના રૂ.10 લાખની વ્યવસ્થા કરવા રોકાયો હોય મારા મિત્ર ધવલે મને ફોન કરી સુરત રહેતો હાર્દિક બદરૂકિયા નામનો માણસ સસ્તી ફીમાં ઓનલાઇન એડમિશન કરાવી આપતો હોવાની વાત કરી હતી. જેથી તેને સને.2022માં હાર્દિક સાથે વાત કરી હતી અને તેને તમારી ફીના રૂ.10ના બદલે અડધા 4.80 લાખ ભરવા પડશે અને તમારી પાસે પૈસાની વ્યવસ્થા થાય એટલે ફોન કરવાનું કહ્યું હતું.
દરમિયાન બે દિવસ બાદ હાર્દિકને ફોન કરી પૈસાની વ્યવસ્થા થઇ ગઇ હોવાનું જણાવતા તેને ડોક્યુમેન્ટ મોકલવાનું કહી કટકે-કટકે રૂ.4.80 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. થોડા દિવસ બાદ તેને એડમિશન અંગે વાત કરતા તમારું એડમિશન કન્ફર્મ થઇ ગયું છે તેમ સંજયએ પૂછતા તેને તમારું એડમિશન થઇ ગયું છે, કહી હાર્દિકે પીડીએફ મોકલી આપી હતી. જેથી એજન્ટ યશપાલભાઇને પીડીએફ ફાઇલ મોકલી હતી. બાદમાં યશપાલભાઇનો ફોન આવ્યો હતો અને તમારી ફી પેમેન્ટ કરેલ હતી તે યુનિવર્સિટીવાળાએ રિટર્ન મોકલી આપી હતી અને રિઝનમાં ફ્રોડથી ફી કરેલ હોવાનું લખાણ આવ્યું હતું. જેથી સંજયભાઇએ હાર્દિકને ફોન કરી વાત કરતાં તેને તમારી ફી પાછી ભરી આપવાનું કહ્યું હતું. બાદમાં ફી નહીં ભરી પરત પૈસા માગતાં વાયદાઓ આપી ફોન બંધ કરી દીધો હતો અને સુરત તપાસ કરતાં ત્યાં પણ હાર્દિક ન મળતા ફરિયાદ નોંધાવી છે.