લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં સોમવારે મહાત્મા ગાંધીની પ્રતિમા પર અપમાનજનક સૂત્રોચ્ચાર લખવાની ઘટના સામે આવી હતી. તોપોની તત્ત્વોએ પ્રતિમા પર “ગાંધી,” “મોદી” અને “હિન્દુસ્તાન આતંકવાદી” જેવા સૂત્રોચ્ચાર લખ્યા હતા.
ભારતીય હાઈ કમિશને આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ માત્ર પ્રતિમાનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સિદ્ધાંતો પર પણ હુમલો છે.
હાઈ કમિશને જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બ્રિટિશ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.