રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ શાંતિ નિકેતન સોસાયટીની શેરી નં.3 બંધ થતા રજૂઆત

રાજકોટ રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાછળ શાંતિ નિકેતન રેસીડેન્સી સોસાયટી શેરી નં.3ના રહીશોએ બંધ કરતા વાહન વ્યવહાર સાથે માર્ગ બંધ થતા 4થી 5 સોસાયટીઓના રહીશોએ આ બાબતે મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદનપત્ર પાઠવી શેરી નં.3ને ખુલ્લી કરાવવા માંગણી ઉઠાવી છે. આ અંગે રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વોર્ડ નં.1માં શાંતિ નિકેતન સોસાયટી ખાતે શેરી એ, બી તથા અમૃત પાર્ક સોસાયટીને જોડતો જાહેર માર્ગ છે. સોસાયટીના 5થી 7 પરિવારોએ મનસ્વી રીતે શેરી નં.3 બંધ કરી દેતા અનેક સોસાયટીને જોડતો જાહેર માર્ગ બંધ થતા રહીશો અને સામાન્ય જનતા સ્કૂલ વાહનો અન્ય વાહન વ્યવહાર બંધ થતા 1200થી 1500 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. શેરીમાં દિવાલ ચણી લેતા અવરજવર પણ બંધ થતા આ જાહેર રસ્તાને ખુલ્લો કરાવવા સમૃદ્ધિ પાર્ક, અમૃત પાર્ક, જેકે પાર્ક, ઈન્દ્રપ્રસ્થનગરના રહેવાસીઓએ માંગ ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *