રૈયારોડ પર ખરીદવાના બહાને જીપ લઇ જઇ યુવક સાથે રૂ.3.54 લાખની ઠગાઇ

શહેરમાં રૈયારોડ પર ચુડાસમા પ્લોટમાં રહેતા અને સમાજ સેવા કરતા યુવકની ખરીદવાના બહાને શખ્સે જીપ લઇ જઇ રૂ.3.54 લાખ ન આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી હતી. જેમા જીપ લઇને કાલે પૈસા આપી દેવાની વાત કરી હતી જેમાં બે માસ થઇ ગયા છતાં વાયદાઓ જ આપતા હોય અંતે યુવકે ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચુડાસમા પ્લોટમાં રહેતા અલ્પેશભાઇ કેશુભાઇ વેકરિયાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે વૈશાલીનગરમાં રહેતા નિશાંત કરીટસિંહ ચૌહાણનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને અગાઉ જૂની જીપ લઇને તેમાં ખર્ચ કર્યો હતો અને બાદમાં પૈસાની જરૂર હોય જીપ વેચવા માટે તેના પરિચિત સુનિલભાઇ નેપાળીને વાત કરી હતી. બાદમાં સુનિલભાઇએ તેને ફોન કર્યો હતો અને તેના શેઠ નિશાંતભાઇને તમારી જીપ લેવી છે અને તમે જીપ બતાવી દેજો. જેથી તેના ઘેરથી નિશાંતભાઇને જીપ લઇ ચેક કરી લેવાની વાત કરી હતી અને જીપ લઇ ગયા બાદ બંધ થઇ જતા ફોન કર્યો હતો જેથી અલ્પેશભાઇ નિશાંતભાઇના ઘેર ગયા અને જીપ ચાલુ કરી વાતચીત કરતા જીપનો સોદો રૂ.3.54 લાખમાં નક્કી થયો હતો અને જેમાં એક લાખ કાલે અને બાકીના રૂપિયા એક માસ બાદ આપવાનું નક્કી થયું હતું. બાદમાં તેને ફોન કરતા તે બહારગામ હોય તેમજ દવાખાનાના કામમાં હોવાનું સહિતના બહાના બતાવતા હોય તેમજ તેને આપેલો ચેક પણ રિટર્ન થતા તેને ફરિયાદ કર્યાનું જણાવતા પેાલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *