રેસકોર્સ ખાતે સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે

ગુજરાત સરકારના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ અભિયાન અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક સ્નાનાગારના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રેસકોર્સ ખાતે આજે ‘તરણ સ્પર્ધા-2025’ યોજાશે.

જેમાં 500 જેટલા તરવૈયાઓ ભાગ લેશે. સ્પર્ધાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડિયાના વરદ હસ્તે કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જણાવે છે કે, રમતગમત આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. જે આપણા શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે.

રાજકોટ મનપાના સહયોગથી ‘તરણ સ્પર્ધા-2025’નું બુધવારના રોજ સવારે 8.00 કલાકે લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ સંકુલ ખાતે આયોજન કરેલ છે. આ તરણ સ્પર્ધામાં લોકમાન્ય તિલક સ્નાનાગારના બેચ વાઈઝ 500 સભ્ય જોડાશે. આ સ્પર્ધાનો સમય બેચ વાઈઝ સાંજે 6.30 કલાક સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *