આજ રોજ કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં રેવન્યુ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
વકફ બોર્ડની મિલકત અંગે કાયદા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને જરૂર પડ્યે સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું છે. વધુમાં જિલ્લા કલેક્ટરના જણાવ્યાનુસાર કાયદો પસાર થઈ ગયો છે, પરંતુ કોઇ પણ કાયદો હોય તો તેના રૂલ્સ આવતા હોય છે. હાલ આ કાયદા અંગેના રૂલ્સ અમારા સુધી પહોંચ્યા નથી. રૂલ્સ આવે તેની રાહ છે.
ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.નોંધનીય છે કે, આ પહેલા દબાણ હટાવ કામગીરીમાં કલેક્ટર કચેરીનો રોલ લિમિટેડ હતો, પરંતુ હવે રૂલ્સ આવ્યા બાદ કલેક્ટર વિભાગનો રોલ શું રહેશે?, તેની શું કામગીરી રહેશે? તેનો ખ્યાલ આવશે. પછી આગળની કાર્યવાહી અંગે રણનીતિ ઘડવામાં આવશે.
આજે કલેક્ટર કચેરીએ રેવન્યુ વિભાગની બેઠક છે તેમાં આ મુદ્દા અંગે ચર્ચા-વિચારણા કરાશે. આમ વકફ બોર્ડના કાયદાના નિયમ અંગે વહીવટી તંત્ર દ્વારા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવી રહી છે.