ઉત્તરપ્રદેશના હરીહરપુર હાલ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે રહેતો સુશિલ લાલજીભાઇ ચૌહાણ (ઉ.વ.37) ગઇકાલે રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર પહેલા માળે લીફટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા યુવાનનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા રેલ્વે પોલીસ સ્ટાફે સ્થળપર પહોંચી યુવાનના મૃતદેહને પોસમોર્ટ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસ તપાસમાં મૃતક યુવાન બે ભાઇમાં મોટો હોવાનું અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું હતું જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.