રેલવે યાત્રિકો હવે 200 કિ.મી.થી વધુની યાત્રાની જનરલ કોચની ટિકિટ 3 દિવસ પહેલાં લઇ શકશે

લોકલ મુસાફરી કરવા માટે સામાન્ય રીતે રેલવે યાત્રિકો મુસાફરીના દિવસે જ સ્ટેશન પર ટિકિટબારી પર જઈને જે-તે રૂટની ટિકિટ ખરીદતા હોય છે, પરંતુ હવે રેલવેએ 200 કિલોમીટરથી વધુની યાત્રાની જનરલ કોચની ટિકિટ યાત્રિકો 3 દિવસ પહેલાં જ લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. હવે જે યાત્રિકોએ 200 કિ.મી.થી વધુની યાત્રા ટ્રેન મારફત કરવી હશે તેઓ જનરલ કોચની ટિકિટ પણ 3 દિવસ પહેલાં જ લઇ શકશે. હોળી-ઉનાળુ વેકેશન સહિતની રજાઓમાં ટિકિટબારી પર ટ્રાફિક નિવારવા રેલવેએ આ પ્રકારનું આયોજન કર્યું છે.

આ સુવિધા અનારક્ષિત ટિકિટ સિસ્ટમ (UTS) ના તમામ કાઉન્ટર પર ઉપલબ્ધ છે, જે મુસાફરો માટે ટિકિટ બુક કરવાનું સરળ બનાવે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, આ પહેલનો ઉદ્દેશ્ય ખાસ કરીને હોળી, દિવાળી, વેકેશન, નાતાલ અને અન્ય રજાઓ જેવી મુસાફરી સિઝન દરમિયાન ટિકિટ કાઉન્ટર પરની ભીડ અને લાઈનને ઘટાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *