બિહારના વતની અને મેટોડામાં કારખાનામાં કામ રહેતાં મનીષ સુબોધકુમાર મંડલે (ઉ.વ.21) રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ કનક જાંબુકિયા અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું.
મનીષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વતન બિહાર જવા માટે પોતે ગત તા.3ના સાંજે સાતેક વાગ્યે જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સામે દેખાતી અવાવરૂ જગ્યાથી ઘાસનો પૂડો ઉપાડવામાં મદદ કરવાનું કહી મનીષને લઇ ગયો હતો.
બાવળની ઝાડીમાં જતાં જ તે શખ્સે પાપ પોકાર્યું હતું અને છરી કાઢી પૈસા આપી દેવા મનીષને ધમકાવ્યો હતો, તે શખ્સે મનીષ પાસેથી રોકડા રૂ.2 હજાર લૂંટી લીધા બાદ તેનો મોબાઇલ આંચકી લઇ તેના મોબાઇલમાંથી રૂ.5 હજારનું ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ઘટનાથી ગભરાઇ ગયેલો મનીષ ઘરે જતો રહ્યો હતો, પોલીસે જેના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી તે બાબતે તપાસ કરતાં તે શખ્સ હિતેષ જાંબુકિયા હોવાનું ખુલતાં હિતેષ સહિત બંનેને ઉઠાવી લીધા હતા, પોલીસે આ મામલે વિશેષ તપાસ શરૂ કરી હતી.