મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલ્વેની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌરાષ્ટ્રના મુસાફરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર મેઈલનો સમય 6.30 વાગ્યાનો કરવામાં આવે, અમદાવાદથી ઉપડતી પ્રયાગરાજ, કોલ્હાપુર સહિત 6 ટ્રેનોને રાજકોટ લંબાવવાની પૂર્વ રેલમંત્રીએ સપ્ટેમ્બર, 2023 માં જાહેરાત કરાઈ હતી જેનું અમલીકરણ કરવામાં આવે, હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ શરૂ કરો, રાજકોટથી મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા તેમજ ઓખાથી અયોધ્યા વાયા મથુરાની ટ્રેન શરૂ કરવા માટેની માગણી કરી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થ ગણાત્રા દ્વારા ZRUCC ની મુંબઈ ખાતે તા.17 ફેબ્રુઆરીના રોજ મળેલ મિટીંગમાં રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર પ્રદિપ કુમારને 7 મુદ્દાઓ સાથેની રજૂઆત કરવામાં આવી છે.
તેજસ એકસપ્રેસ(નં.09006) સાંજે 6.30 વાગ્યે જ ચાલતી હતી અને તેને બ્લોક મેઈન્ટેનન્સની સમસ્યા નડતી ન હતી. તેથી સૌરાષ્ટ્ર મેઈલનો તેનો મુળભુત સમય સાંજે 6.30 વાગ્યાનો તાત્કાલીક કરી આપવો.
અગાઉ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ 6 ટ્રેનો ટ્રેન નં.19421/22 અમદાવાદ – પટના, ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ, ટ્રેન નં.19413/14 અમદાવાદ – કોલકાતા, ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર, ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ અને ટ્રેન નં.12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી નથી તો આ તમામ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવી.