પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર ખાતે આવેલ ૧.૫ બી.એચ.કે.ના ૧૦૧૦ આવાસોના ફોર્મ વિતરણ તા.૨૩/૧૧/૨૦૨૩થી શરૂ: તા.૨૨/૧૨/૨૦૨૩ સુધી ફોર્મ ભરી પરત કરી શકશે
મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શાસક પક્ષ નેતાશ્રી, દંડકશ્રી, મ્યુનિ. કમિશનરશ્રી અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનશ્રીએ કરેલ જાહેરાત
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે, રાજકોટ ખાતે આવેલ ૧.૫ BHKના ૧૦૧૦ આવાસોના ફોર્મ તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૨/૧૨/૨૦૨૩ દરમિયાન કોટક બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર્સ ખાતેથી રૂ.૧૦૦/-ની ફી ભરી મેળવી શકાશે. ફોર્મ જમાં કરાવવાની આખરી તા.૨૨/૧૨/૨૦૨૩ રહેશે. અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઇ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાના કિસ્સામાં ફી રૂ.૫૦/- રહેશે. આવાસની કિંમત રૂ.૫,૫૦,૦૦૦/- રહેશે. સમગ્ર કુટુંબની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા રૂ.૩.૦ લાખ રહેશે. આવાસ ફાળવણી કમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે તેમ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડે. મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનશ્રી નીતિનભાઈ રામાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આ આવાસ યોજનાના દરેક આવાસમાં લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજિત ૪૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડ રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, કિચન, વોશ એરિયા અને બાથરૂમ-ટોઇલેટ સાથે ૪૦ ચો.મી. એરિયાની સુવિધા આપવામાં આવશે.