રૂપાયતન રોડ સ્થિત ધર્મશાળામાં પદ્મદર્શનવિજયની નિશ્રામાં તપ, ત્યાગ અને ભક્તિનો માહોલ

ભવનાથ સ્થિત રૂપાયતન રોડ ખાતે ગિરનાર દર્શન ધર્મશાળા ખાતે જૈનાચાર્ય ચન્દ્રજિતસૂરિ, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિ અને પંન્યાસપ્રવ૨ ૫દ્મદર્શનવિજય આદિ શ્રમણવૃંદની પાવન નિશ્રામાં તપ, ત્યાગ અને ભક્તિનો અપૂર્વ માહોલ જામ્યો છે. ગિ૨ના૨ તીર્થમાંથી પવિત્ર વાઈબ્રેશનો સતત છૂટી રહ્યા છે. પતિતોને પણ પાવન કરનારી આ ભૂમિ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને સર્વ સમસ્યાઓનું સમાધાન ગિરનારતીર્થ દ્વારા મળે છે. સમગ્ર વિશ્વ જ્યારે ઘણી બઘી વિટંબણાઓની વચ્ચે અટવાયું છે ત્યારે ગિ૨ના૨ની ગોદ પ્રેમ અને પ્રસન્નતાનું પાથેય પુરું પાડે છે. વેદનાથી વ્યથિતને સમાધિ અને શાંતવન આપવાનું કામ ગિરનાર તીર્થ કરે છે. એમ પંન્યાસ પદ્મદર્શનવિજયે જણાવ્યું હતું.

તેઓ વધુમાં જણાવ્યું હતું કે, જીવન સમૃદ્ધિના ચાર પાયા છે. કુટુંબમાં સંપ, શરીરમાં આરોગ્ય, જીવનમાં શાંતિ અને ચિત્તમાં પ્રસન્નતા આ ચાર ચીજો જેની પાસે છે તે આ દુનિયાનો સૌથી શ્રીમંત છે. આજના સત્તાધિશો, સંપત્તિમાનો અને સૌન્દર્યના સ્વામીઓ પાસે પણ આ ચાર ચીજો ઉપલબ્ધ નથી. સંપત્તિ ગમે તેટલી હોય પણ જીવનમાં શાંતિનો શૂન્યાવકાશ હોય તો તેનો કોઈ મતલબ નથી. બહારનાં ભોજનોએ પેટને રોગાયતન બનાવ્યું છે. હોટલો અને લારીઓની ખાદ્ય સામગ્રી ભલે ટેસ્ટફુલ લાગતી હોય પણ મસાલેદાર એ વાનગીઓ લાંબે ગાળે આંતરડા અને લીવરને ડેમેજ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *