રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)દ્વારા રૂ.1100 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવેથી કુવાડવા-સરધાર સ્ટેટ હાઇવેને જોડતા રોડને મંજૂર કરવામાં આવ્યો છે. 30 મીટર પહોળાઈના આ નેશનલ હાઇવેથી સ્ટેટ હાઇવેને જોડતો રોડ આજુબાજુના 50થી વધુ ગામોના લોકોને ખૂબ જ લાભદાયી થશે.
આ પ્રોજેક્ટથી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ આજુબાજુમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રિયલ યુનિટો આવેલા હોય અને આ વિસ્તારના લોકોને ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે. આજુબાજુના ઉદ્યોગો,ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખુબ ફાયદાઓ મળશે. સાથોસાથ અમદાવાદથી સરધાર, આટકોટ અને અમરેલી તરફ જતા રાહદારીઓએ કુવાડવા ગામની અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મેળવશે.
આ રોડ સરધાર,આટકોટ અને અમરેલીનો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. આ રોડ બનવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધામાં વધારો થશે.