શહેરના પોપટપરામાં રૂખડિયાપરા ફાટક નજીક પૂલ પાસે અજાણ્યા યુવકનું ટ્રેન હેઠળ પડતું મુકી દેતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની પ્રાપ્ત મુજબ, રાત્રીના સમયે આશરે 17થી 18 વર્ષના એક યુવાને રૂખડિયાપરા રેલવે ફાટક નજીક ટ્રેન આવતાં જ દોટ મુકી આપઘાત કરી લીધો હતો.
માથાના ભાગે ટ્રેન ફરી વળતાં ધડ-માથું નોખા થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં રેલવે પોલીસના એએસઆઇ કમલેશભાઇ સહિતે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.