રીબડામાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, રાજકોટના વકીલની ધરપકડ

રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં રાજકોટના એડવોકેટ રવિ ગમારાની ધરપકડ કરવામાં આવી છે

અને અદાલતમાં પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતની વિગતો ઓકાવવા ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહે રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પોતે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર રાજકોટના એડવોકેટ રવિ ગમારાને સાચવવા માટે આપ્યું હતું. આ ખુલાસા બાદ ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારમાંથી રવિ ગમારાની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.

તેમજ તેને 22 ઓગસ્ટના રોજ ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. રાઠોડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના જવાબમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગત 24 જુલાઈના રોજ ફાયરિંગ કરતા પહેલા, આરોપીઓએ એક મહિના અગાઉથી જ રેકી કરી હતી. હાર્દિકસિંહ શૂટર્સ સાથે બે વખત ફાયરિંગ કરવાના ઈરાદે રીબડા પહોંચ્યો હતો,

પરંતુ તે સમયે યોજના નિષ્ફળ રહી હતી. જ્યારે ફાયરિંગનો પ્લાન નિષ્ફળ ગયો, ત્યારે હાર્દિકસિંહના કહેવાથી એડવોકેટ રવિ ગમારાએ હથિયાર પોતાની પાસે સાચવી રાખ્યું હતું અને જરૂર પડ્યે શૂટર્સને પૂરું પાડ્યું હતું.

આ કેસની વધુ તપાસ માટે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. પરમાર અને તેમની ટીમે ગુરુવાર, 21 ઓગસ્ટના રોજ મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *