રિટર્ન સ્ક્રૂટિની, ઓડિટ સહિતના મુદ્દે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

આઈ.સી.એ.આઈ. ભવન રાજકોટ બ્રાન્ચ ખાતે ‘GST’ ઉપર 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

કૉન્ફરન્સના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સેશનમાં હિતેશ જલુ (સંયુક્ત કમિશનર – SGST)એ પ્રેરક ભાષણ આપ્યું હતું. પ્રથમ ટેક્નિકલ સેશનમાં એડવોકેટ જે. કે. મિતલ (દિલ્લી) દ્વારા રિટર્નની સ્ક્રૂટિની અને GST વિભાગીય ઓડિટ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું, જ્યારે બીજા ટેક્નિકલ સેશનમાં એડવોકેટ ભરત રાયચંદાની (મુંબઈ) દ્વારા રિટ પિટિશન અને જામીનની જોગવાઈઓ અંગે માહિતી આપી હતી. ત્રીજા સેશનમાં સીએ વી.એસ. સુધીર (હૈદરાબાદ) દ્વારા GST હેઠળ RCM ની જોગવાઈઓ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું. બીજા દિવસે, એડવોકેટ અવિનાશ પોદાર (સુરત) દ્વારા GST હેઠળ રિસેન્ટ વિવાદો અને મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યારે સીએ બિમલ જૈન (દિલ્લી) દ્વારા GST Amnesty Scheme અને Safari Retreats ચુકાદાનું વિશ્લેષણ ઉપરાંત ફેક ક્રેડિટના આક્ષેપો સામે બચાવ વિશે માર્ગદર્શન અપાયું. આ કોન્ફરન્સનું આયોજન સીએ મિતુલ મહેતા અને તેની ટીમે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *