શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે બેકાબૂ બનેલી રિક્ષા ગેંગ ફરી ઝળકી હતી. પડધરીના ખજૂરિયા ગામે રહેતા રસિકબા ગુલાબસિંહ જાડેજા (ઉ.57) તા.1ના રોજ સુરેન્દ્રનગરના ટીકર ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા તે દરમિયાન પડધરીથી કારમાં બેસી જામનગર રોડ પર રેલનગર જવાના રસ્તા પર ઉતરીને એસટી બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેઠા હતા.
જે રિક્ષામાં અગાઉથી બે મહિલાઓ બેઠી હતી અને થોડે આગળ બન્ને મહિલાઓ રિક્ષામાંથી ઉતરી ગઇ હતી. ત્યારે મારા પર્સમાંથી ભાડાના પૈસા કાઢ્યા હતા અને પર્સમાં સોનાનો ચેઇન અને ત્રણ હજારની રોકડ રાખ્યા હતા બાદમાં જ્યુબિલી પાસેથી બે મહિલાઓ નાના બાળક સાથે રિક્ષામાં બેઠી હતી. બાદમાં તે એસટી બસ સ્ટેન્ડે ઉતરીને ભાડાના પૈસા આપી દીધા હતા અને બસ સ્ટેન્ડમાં જઇને થેલામાંથી મોબાઇલ કાઢવા જતા થેલામાં મોબાઇલ હતો, પરંતુ પર્સ ન હોય શોધખોળ કર્યા બાદ નહીં મળતા તેને એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.