રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન કરનાર મહારાષ્ટ્રના ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસે કરી લેખિત રજૂઆત

કોંગ્રેસ પ્રવક્તા ગત તા.16.09.2024ના મહારાષ્ટ્રના બુલઢાણા મત વિસ્તારના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આપવામાં આવેલ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂધ્ધ દ્વેષપૂર્ણ ભાષણ નિંદનીય છે. ભાષણમાં સંજય ગાયકવાડ એક વર્ગને ઉશ્કેર્યો હતો અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જાનને ગંભીર નુકસાન પહોચાડવા માટે પૈસાની ઓફર કરી હતી. રાહુલ ગાંધી ઉગ્રવાદી તત્વો તરફથી ગંભીર ધમકીઓનો સામનો કરી રહ્યા છે, જેમણે આવી ઉગ્રવાદી પ્રવૃતિઓને લીધે તેઓના પિતા સ્વ.રાજીવ ગાંધી અને તેઓના દાદી સ્વ.ઈન્દિરા ગાંધીજીને ગુમાવ્યા છે. સંજય ગાયકવાડે લોકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવા કહ્યું હતું કે રાહુલ ગાંધી પછાત લોકો અને આદિવાસીઓનું આરક્ષણ ખતમ કરવા માંગે છે. જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી લાવશે તેને હું 11 લાખનું ઈનામ આપીશ જે ભાષણ દેશભરના સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થયું છે. આ નિવેદનમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરીક નુકસાન પહોંચાડવા માટે સતત તેઓ આગ્રહ કરી રહ્યા છે. આ વીડિયો રાજકોટમાં ખૂબ વાયરલ થયો હોય જેથી એક કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર તરીકે અમોને શંકા છે કે કોઈ વ્યકિત ઉશ્કેરાઈને લોકસભાના કોંગ્રેસના સંસદીયદળના નેતા રાહુલ ગાંધીને નુકશાન પહોંચાડી શકે છે. તેથી આ ગંભીર બાબતે ઉપરોકત ધારાસભ્ય વિરૂધ્ધ એફઆઈઆર નોંધી જરૂરી પગલા ભરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *