જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ સીધા જ ભવનાથ તળેટી પહોંચી પ્રમુખોને માર્ગદર્શન આપશે.
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે. 26 જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં છેલ્લે હાજરી આપી હતી.
આજે ગુજરાત મુલાકાતે આવી રહેલા રાહુલ ગાંધીનું જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર બપોરે 1 વાગ્યે આગમન થશે. જ્યાંથી તેઓ સીધા રોડમાર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચશે. આ પહેલા કાળવા ચોક ખાતે સ્વાગત કરાશે.