રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 31,834 આરોપી તપાસ્યા

ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વોનું ચેકિંગ પૂર્ણ થયું છે, જેમાં રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે છેલ્લાં 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરીને કુલ 31,834 આરોપીનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્ત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યાર બાદ દિલ્હીમાં થયેલા બોમ્બબ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા.

રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે વિકાસ સહાયે 17મી નવેમ્બરે એક મહત્ત્વની બેઠક યોજીને તમામ જિલ્લાના પોલીસવડાઓને છેલ્લાં 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરિફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *