મેષ
The Hierophant
આજનો દિવસ નિયમ, પરંપરા અને માર્ગદર્શનનો સંકેત આપે છે. મન સ્થિરતા તરફ ઝુકશે. ઘરમાં કોઈ પારિવારિક મૂલ્ય કે પરંપરા પર ચર્ચા થઈ શકે છે. નાણાકીય બાબતોમાં સુરક્ષિત રસ્તો પસંદ કરવાનો વિચાર આવશે. બિઝનેસમાં અનુભવનું સન્માન કરવું લાભદાયક રહેશે. વાતાવરણ શિસ્તબદ્ધ રહેશે. કોઈ આધ્યાત્મિક કે સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની તક મળી શકે છે. આજે ઉતાવળ નહીં, પણ સાચા સિદ્ધાંતો અપનાવવા જરૂરી રહેશે.
કરિયરઃ શિક્ષણ કે તાલીમ ક્ષેત્રે તક મળી શકે છે. વહીવટી કાર્યમાં તમારી સમજની પ્રશંસા થશે. મેનેજમેન્ટમાં નીતિ મુજબ નિર્ણય લેવો પડશે. નોકરીમાં સીનિયરનું માર્ગદર્શન કામ આવશે. પ્રમોશનની પ્રક્રિયા ધીમી પરંતુ સ્થિર દિશામાં આગળ વધશે. આજે જ્ઞાન અને શિસ્તથી પ્રગતિ થશે.
લવઃ પ્રેમ જીવનમાં ગંભીરતા આવશે. પાર્ટનર સાથે સંબંધને સ્થિર સ્વરૂપ આપવાની ચર્ચા થઈ શકે છે. લોન્ગ ટર્મ રિલેશનમાં જવાબદારી વધશે. મિત્રતામાં વિશ્વાસનો ભાવ ઊંડો થશે. પ્રેમમાં આકર્ષણ કરતા સન્માન અને પ્રતિબદ્ધતા વધુ દેખાશે.
સ્વાસ્થ્યઃ ઘૂંટણ પર હળવું દબાણ અનુભવી શકો છો. યોગ અને સ્ટ્રેચિંગ ફાયદાકારક રહેશે. ભોજન સમયસર લેવું જરૂરી રહેશે. માનસિક શાંતિથી ઊર્જા જળવાઈ રહેશે.
લકી કલરઃ બદામી
લકી નંબરઃ 2
વૃષભ
Six of Swords
આજનો દિવસ પરિવર્તન અને ધીમે ધીમે આગળ વધવાનો છે. મન જૂના બોજથી દૂર જવા માંગશે. ઘરમાં કોઈ વાતને શાંતિથી ઉકેલવાનો નિર્ણય લઈ શકાય છે. પરિવાર સમજદારીથી સાથ આપશે. નાણાકીય બાબતોમાં સતર્કતા જાળવવી યોગ્ય રહેશે. બિઝનેસમાં રણનીતિ બદલવાનો વિચાર આવશે. કોઈ યાત્રા કે વાતાવરણ પરિવર્તનની શક્યતા બની શકે છે. સંઘર્ષથી અંતર બનાવીને સંતુલન શોધવાનો આ સમય છે. ધીરજથી ભરેલું ડગલું રાહત આપશે.
કરિયરઃ નોકરીમાં નવી જવાબદારી કે વિભાગ પરિવર્તન શક્ય છે. સંશોધન કે વિશ્લેષણ સાથે જોડાયેલા કાર્યોમાં નવી દિશા મળશે. મેનેજમેન્ટમાં જૂની પ્રક્રિયા બદલવાનો નિર્ણય લેવાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને નવો દૃષ્ટિકોણ મળશે. પ્રમોશન નહીં, પણ ભૂમિકા બદલાઈ શકે છે.
લવઃ પ્રેમમાં ધીમે ધીમે સુધારો થશે. પાર્ટનર સાથેના જૂના મતભેદો ઓછા થશે. લોન્ગ ટર્મ રિલેશનમાં સમજણ વધશે. દૂરના સંબંધોમાં ભાવનાત્મક રાહત અનુભવાશે. મિત્રતામાં શાંતિ મળશે. આજે પ્રેમમાં શાંતિ અને પરિપક્વતા રહેશે. સમયની સાથે સંબંધ હળવો અને સહજ બનશે.
સ્વાસ્થ્યઃ માથાનો દુખાવો ઘટશે. ઊંઘમાં સુધારો થશે. પ્રવાસના લીધે સામાન્ય થાક સંભવ છે. પાણી પૂરતું પીવું જરૂરી રહેશે. હળવી વૉક અને બ્રીધિંગ એક્સરસાઇઝ લાભ આપશે. મન શાંત રહેશે, તો શરીર પણ સંતુલિત રહેશે.
લકી કલરઃ ગુલાબી
લકી નંબરઃ 6
મિથુન
Queen of Cups
આજનો દિવસ ભાવનાત્મક સંવેદનશીલતા અને અંતર્જ્ઞાનનો છે. મન સામાન્ય કરતા વધુ સૂક્ષ્મ લાગણીઓ અનુભવશે. ઘરમાં કોઈ સભ્યની ચિંતા કે ભાવનાને સમજવાની જરૂર પડશે. પરિવાર વચ્ચે સહાનુભૂતિનું વાતાવરણ બનશે. નાણાકીય બાબતોમાં ઉતાવળ ટાળવી યોગ્ય રહેશે. બિઝનેસમાં કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ કામ આવી શકે છે. કોઈ જૂના અનુભવમાંથી મળેલી શીખ આજે નિર્ણયમાં મદદ કરશે. આજે હૃદયનો અવાજ તર્ક કરતા વધુ પ્રભાવશાળી હોઈ શકે છે.
કરિયરઃ હ્યુમન રિસોર્સ, કાઉન્સેલિંગ કે ટ્રેનિંગ સાથે જોડાયેલા કામમાં પ્રશંસા મળી શકે છે. ટીમની અંદરની કોઈ તણાવપૂર્ણ સ્થિતિને તમે સંતુલિત કરી શકશો. નોકરીમાં વરિષ્ઠો તમારી પરિપક્વતાની નોંધ લેશે. પ્રમોશન તરત જ ન મળે, તો પણ તમારી છબી મજબૂત થશે. ક્રિએટિવ ક્ષેત્રમાં કામ કરનારાઓને પ્રેરણા મળી શકે છે.
લવઃ પાર્ટનરની લાગણીઓને સમજવાની તક મળશે. સંબંધમાં સંવેદનશીલ વાતચીત થઈ શકે છે, જે અંતર ઘટાડશે. લોન્ગ ટર્મ રિલેશનમાં સંભાળ અને પોતાપણું અનુભવાશે. આજે પ્રેમમાં દેખાવો નહીં, પણ સાચી સંવેદના મહત્વની રહેશે. દિલથી કહેવાયેલી વાત આજે ઊંડી અસર છોડશે.
સ્વાસ્થ્યઃ મૂડમાં સામાન્ય ઉતાર-ચઢાવ અનુભવી શકો છો. પેટને લગતી હળવી સંવેદનશીલતા અનુભવાઈ શકે છે, તેથી હળવો અને સંતુલિત ખોરાક લો. શાંત સંગીત કે પ્રકૃતિ વચ્ચે સમય વિતાવવો માનસિક શાંતિ આપશે.
લકી કલરઃ પીચ
લકી નંબરઃ 3
કર્ક
Page of Swords
આજનો દિવસ જિજ્ઞાસા અને નવી માહિતીનો છે. મન સતર્ક અને વિચારશીલ રહેશે. પરિવાર વચ્ચે નાની વાત પણ ઊંડી વાતચીતનું સ્વરૂપ લઈ શકે છે. નાણાકીય નિર્ણય લેતા પહેલા માહિતી એકઠી કરવી જરૂરી રહેશે. બિઝનેસમાં નવી સૂચના કે અપડેટ મળવાની શક્યતા છે. વાતાવરણ સક્રિય અને વિચારપૂર્ણ રહેશે. કોઈ સંદેશ કે સમાચાર અચાનક તમારું ધ્યાન ખેંચી શકે છે. આજે ઉતાવળે પ્રતિક્રિયા આપવાને બદલે પહેલા સમજવું વધુ ફાયદાકારક રહેશે.
કરિયરઃ સંશોધન, મીડિયા કે લેખન સાથે જોડાયેલા લોકોને નવી માહિતી મળી શકે છે. કોઈ પ્રોજેક્ટ માટે ડેટા એકત્ર કરવાની જવાબદારી મળી શકે છે. મેનેજમેન્ટમાં યોજના બનાવતા પહેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને નવા વિષયો સમજવાની તક મળશે. ઇન્ટરવ્યુમાં તમારી તર્કશક્તિ પ્રભાવ પાડી શકે છે.
લવઃ પાર્ટનર સાથે ખૂલીને વાત કરવાથી ઘણી ગેરસમજો દૂર થઈ શકે છે. સંબંધોમાં જિજ્ઞાસા અને પ્રશ્નો વધી શકે છે, જેનાથી સત્ય સામે આવશે. લોન્ગ ટર્મ રિલેશનમાં એકબીજાના વિચારો સમજવાનો પ્રયાસ થશે. મિત્રતામાં સામાન્ય મજાક-મસ્તી પણ સંભવ છે, પણ તેનાથી સંબંધ નબળો નહીં પડે. પ્રેમમાં શબ્દો અને સમજણની ભૂમિકા વધુ દેખાશે.
સ્વાસ્થ્યઃ સતત વિચારવા કે સ્ક્રીન જોવાથી આંખોમાં હળવો તણાવ આવી શકે છે. માથાના આગળના ભાગમાં દબાણ અનુભવાઈ શકે છે. ઊંઘનો સમય સંતુલિત રાખવો આવશ્યક રહેશે. પાણી અને તાજા ફળો શરીરને ઊર્જા આપશે.
લકી કલરઃ લવંડર
લકી નંબરઃ 7
સિંહ
Five of Wands
આજનો દિવસ સ્પર્ધા અને અલગ-અલગ વિચારોના ટકરાવનો છે. મન પોતાની જાતને સાબિત કરવા માટે પ્રેરિત રહેશે. ઘરમાં કોઈ વિષય પર અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે. પરિવાર વચ્ચે હળવી દલીલબાજી થઈ શકે છે, પણ સ્થિતિ ગંભીર નહીં હોય. નાણાકીય બાબતોમાં સરખામણી કે દબાણ અનુભવી શકો છો. બિઝનેસમાં સ્પર્ધા તેજ રહેશે. દરેક વ્યક્તિ પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરશે. આજે સમજદારી એ રહેશે કે, દરેક પડકારને લડાઈ નહીં પણ શીખ તરીકે જોવામાં આવે.
કરિયરઃ ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લઈને ઘણા લોકોના વિચારો અલગ હોઈ શકે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોએ ટીમ વચ્ચે સંતુલન બનાવવું પડશે. સેલ્સ કે માર્કેટિંગમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાની સ્પર્ધા તેજ રહેશે. કોઈ મીટિંગમાં તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરવી જરૂરી રહેશે. જોબમાં તમારી યોગ્યતા બતાવવાની તક મળશે.
લવઃ પ્રેમમાં નાનો અણબનાવ સંભવ છે. વાતચીત દરમિયાન શબ્દોની પસંદગી સાવધાનીથી કરવી જરૂરી રહેશે. લોન્ગ ટર્મ રિલેશનમાં અહંકાર ટકરાવથી બચવું વધુ સારું રહેશે. સિંગલ લોકોને કોઈ આકર્ષક વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, પણ ઉતાવળમાં લાગણીઓ વ્યક્ત કરવી ઠીક નહીં હોય.
સ્વાસ્થ્યઃ સ્નાયુઓમાં જકડન કે શરીરમાં ખેંચાણ સંભવ છે, તેથી હળવો વ્યાયામ લાભકારી રહેશે. મોડે સુધી કામ કરવાથી શરીર થાકી શકે છે. સમયાંતરે આરામ લેવો જરૂરી રહેશે. સંતુલિત દિનચર્યાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
લકી કલરઃ કેસરી
લકી નંબરઃ 9
કન્યા
Temperance
આજનો દિવસ સંતુલન અને ધૈર્યનો છે. ઘરમાં કોઈ વિષય પર મધ્યમ માર્ગ કાઢવાની જરૂર પડશે. પરિવાર વચ્ચે સમજદારીથી સ્થિતિ સંભાળવી પડી શકે છે. નાણાકીય બાબતોમાં સંતુલિત દૃષ્ટિકોણ લાભ આપશે. બિઝનેસમાં ધીરે ધીરે અને યોજનાબદ્ધ રીતે આગળ વધવું યોગ્ય રહેશે. કોઈ જૂના મતભેદને ઉકેલવાની તક મળી શકે છે. આજે સંયમ અને વિવેકથી લીધેલા નિર્ણયો લાંબા ગાળા સુધી લાભ આપશે.
કરિયરઃ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોએ ટીમ વચ્ચે સુમેળ સાધવો પડી શકે છે. શિક્ષણ કે તાલીમ ક્ષેત્રમાં ધૈર્યથી કામ લેવા પર સારા પરિણામ મળશે. નોકરીમાં કામનું દબાણ રહેશે, પરંતુ વ્યવસ્થિત આયોજનથી બધું પૂરું થઈ જશે. વરિષ્ઠો સાથે તાલમેલ સારો રહેશે. વિશ્વસનીયતા વધશે.
લવઃ પાર્ટનર સાથે લાગણીઓને શાંત રીતે વ્યક્ત કરવી વધુ સારું રહેશે. લોન્ગ ટર્મ રિલેશનમાં પરસ્પર ભરોસો મજબૂત થશે. કોઈ જૂના મતભેદ ઉકેલવાની તક મળી શકે છે. મિત્રતામાં પણ સંતુલન અને સન્માન દેખાશે. પ્રેમમાં ઉતાવળે પ્રતિક્રિયા આપવાને બદલે ધીરજ રાખવી વધુ ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ પાચનને લગતી સામાન્ય પરેશાની અનુભવી શકો છો. તેથી હળવો અને સંતુલિત ખોરાક લો. પૂરતા પ્રમાણમાં પાણી પીવું લાભકારી રહેશે. યોગ કે હળવું ધ્યાન માનસિક શાંતિ આપશે. ઊંઘ પૂરી લેવાથી શરીરની ઊર્જા જળવાઈ રહેશે.
લકી કલરઃ કાળો
લકી નંબરઃ 8
તુલા
Nine of Pentacles
આજનો દિવસ આત્મનિર્ભરતા અને વ્યક્તિગત સંતોષનો છે. મન અંદરથી સ્થિર અને સંતુષ્ટિ અનુભવશે. પરિવાર તમારી સિદ્ધિ કે મહેનતની પ્રશંસા કરી શકે છે. નાણાકીય બાબતોમાં સ્થિરતાનો અનુભવ થશે. કોઈ જૂના પ્રયત્નનું ફળ ધીમે ધીમે સામે આવી શકે છે. બિઝનેસમાં ભરોસાપાત્ર પ્રગતિ દેખાશે. આજે બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાના નિર્ણયો પર વિશ્વાસ વધશે. વાતાવરણ સકારાત્મક રહેશે.
કરિયરઃ લાંબા સમયથી કરેલા પ્રયાસો હવે ઓળખ અપાવી શકે છે. ક્રિએટિવિટી કે ડિઝાઇન સાથે જોડાયેલા લોકોને પ્રશંસા મળી શકે છે. કોઈ પ્રોજેક્ટને એકલા સંભાળવાની તક મળી શકે છે. નોકરીમાં વરિષ્ઠો તમારા ભરોસાપાત્ર વલણની નોંધ લેશે. પ્રમોશનની ચર્ચા ભવિષ્ય માટે સકારાત્મક સંકેત આપી શકે છે.
લવઃ પાર્ટનર સાથેના સંબંધમાં સન્માન અને સમજણ વધશે. લોન્ગ ટર્મ રિલેશનમાં બંને વચ્ચે સ્વતંત્રતાનો ભાવ જળવાઈ રહેશે. મિત્રતામાં પણ વિશ્વાસ અને સહજતા અનુભવાશે. આજે પ્રેમમાં નિર્ભરતા કરતા પરિપક્વતા વધુ દેખાશે. લાગણીઓ સ્થિર રહેશે. સંબંધમાં સહજતા જળવાઈ રહેશે.
સ્વાસ્થ્યઃ ત્વચા કે વાળની સંભાળ પર ધ્યાન આપવાથી સારું લાગશે. સંતુલિત ભોજન અને હળવો વ્યાયામ શરીરને સક્રિય રાખશે. પૂરતું પાણી પીવું અને સમયસર આરામ લેવો જરૂરી રહેશે. નાની હેલ્ધી આદતો લાંબા ગાળે સ્વાસ્થ્યને મજબૂત બનાવશે.
લકી કલરઃ લીલો
લકી નંબરઃ 5
વૃશ્ચિક
The Moon
આજનો દિવસ મુંઝવણ ભરેલો છે. મનમાં ઘણા વિચારો એકસાથે આવી શકે છે. ઘરમાં કોઈ વાતને લઈને સ્પષ્ટતાનો અભાવ અનુભવી શકો છો. પરિવારના કોઈ સભ્યની વાત પૂરી રીતે સમજવી સરળ નહીં હોય. નાણાકીય બાબતોમાં ઉતાવળિયો નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. બિઝનેસમાં અફવા કે અધૂરી માહિતીથી ભ્રમ થઈ શકે છે. કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી રહેશે. ધૈર્ય રાખવાથી સમય જતાં સત્ય સામે આવશે.
કરિયરઃ ક્રિએટિવ ક્ષેત્રમાં કામ કરનારાઓને નવી કલ્પનાઓ મળી શકે છે, પરંતુ તેને સાચું સ્વરૂપ આપવામાં સમય લાગશે. ઓફિસમાં કોઈ માહિતીને લઈને ભ્રમની સ્થિતિ બની શકે છે. નોકરીમાં સિનિયરો સાથે ખૂલીને વાત કરવી વધુ સારું રહેશે. આજે ઉતાવળમાં લીધેલો નિર્ણય આગળ જતાં મુશ્કેલીમાં મૂકી શકે છે.
લવઃ પ્રેમમાં લાગણીઓ ઊંડી પરંતુ ગૂંચવાયેલી રહી શકે છે. પાર્ટનરના વ્યવહારને લઈને મનમાં શંકા આવી શકે છે. વાતચીતનો અભાવ ગેરસમજ વધી શકે છે. લોન્ગ ટર્મ રિલેશનમાં ભાવનાત્મક સંવેદનશીલતા વધશે. સિંગલ લોકોને કોઈના પ્રત્યે ખેંચાણ અનુભવી શકે છે, પણ તેના ઇરાદા સમજવામાં સમય લાગશે.
સ્વાસ્થ્યઃ ઊંઘની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે, તેથી મોડે સુધી જાગવાનું ટાળો. શરીરમાં હળવો થાક કે નબળાઈ અનુભવાવી શકો છો. પૂરતું પાણી પીવું અને હળવો ખોરાક લેવો લાભકારી રહેશે. ધ્યાન કે શ્વાસનો અભ્યાસ મનને શાંત કરવામાં મદદ કરશે.
લકી કલરઃ કોફી
લકી નંબરઃ 7
ધન
Three of Cups
આજનો દિવસ મેળાપ અને આનંદનો છે. મન હળવું અને ઉત્સાહિત રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. પરિવાર સાથે કોઈ નાની ખુશી શેર કરવાની તક મળશે. કોઈ જૂના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત સંભવ છે. નાણાકીય બાબતોમાં રાહત અનુભવાશે. બિઝનેસમાં સહયોગથી પ્રગતિ દેખાઈ શકે છે. વાતાવરણ સકારાત્મક રહેશે.
કરિયરઃ કોઈ પ્રોજેક્ટમાં સાથે મળીને કામ કરવાથી સારા પરિણામ મળી શકે છે. ક્રિએટિવિટી કે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને પ્રશંસા મળી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ બનશે. નોકરીમાં કોઈ લક્ષ્યને સાથે મળીને પૂરું કરવાની તક મળશે. પ્રમોશનની સંભાવના તરત જ ન હોય, પણ તમારી છબી મજબૂત થશે.
લવઃ પ્રેમમાં ખુશી અને હળવાશ રહેશે. પાર્ટનર સાથે સમય વિતાવવાથી સંબંધ વધુ મધુર બનશે. લોન્ગ ટર્મ રિલેશનમાં એકબીજા સાથે ખુશીઓ શેર કરવાની તક મળશે. મિત્રતામાં હસી-મજાક અને પોતાપણું રહેશે. સાથે વિતાવેલો સમય યાદગાર બની શકે છે.
સ્વાસ્થ્યઃ મન પ્રસન્ન રહેવાથી શરીર પણ સક્રિય અનુભવશે. હળવી શારીરિક પ્રવૃત્તિ જેમ કે વૉક કે સ્ટ્રેચિંગ લાભકારી રહેશે. ભોજનમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે, ખાસ કરીને મીઠો કે તળેલો ખોરાક વધુ લેવાનું ટાળો.
લકી કલરઃ સોનેરી
લકી નંબરઃ 3
મકર
The Star
આજનો દિવસ આશા, શાંતિ અને નવી પ્રેરણાનો છે. મન અંદરથી હળવું અનુભવશે. ઘરનું વાતાવરણ શાંત અને સંતુલિત રહેશે. પરિવાર સાથે સકારાત્મક વાતચીત થઈ શકે છે. કોઈ જૂના તણાવથી ધીરે ધીરે રાહત મળવાનો સંકેત છે. નાણાકીય બાબતોમાં આશા જાગશે. ભવિષ્યની યોજના સ્પષ્ટ થવા લાગશે. બિઝનેસમાં નવી સંભાવનાઓ દેખાઈ શકે છે. આજે નાની નાની સારી ખબરો મનમાં વિશ્વાસ વધારશે.
કરિયરઃ લાંબા સમયથી અટવાયેલું કામ ધીમે ધીમે આગળ વધી શકે છે. શિક્ષણ, સંશોધન કે સર્જનાત્મક ક્ષેત્રોમાં કામ કરનારાઓને પ્રેરણા મળી શકે છે. ઓફિસમાં તમારા શાંત અને સકારાત્મક વલણની પ્રશંસા થઈ શકે છે. નોકરીમાં સિનિયરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા છે.
લવઃ પાર્ટનર સાથેની વાતચીતથી સંબંધમાં નવી સમજ વિકસી શકે છે. લોન્ગ ટર્મ રિલેશનમાં ભવિષ્યને લઈને સકારાત્મક વિચાર બનશે. મિત્રતામાં વિશ્વાસ મજબૂત રહેશે. આજે પ્રેમમાં આશા અને સત્ય બંને દેખાશે. કોઈ જૂની ગેરસમજ દૂર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ શરીરની ઊર્જામાં સુધારો અનુભવી શકો છો. પ્રકૃતિ વચ્ચે સમય વિતાવવાથી મન શાંત થશે. આજે સકારાત્મક વિચાર સ્વાસ્થ્યને વધુ સારું બનાવશે. નિયમિત દિનચર્યા અને પૂરતો આરામ શરીરને મજબૂત રાખવામાં મદદરૂપ થશે.
લકી કલરઃ બદામી
લકી નંબરઃ 7
કુંભ
The Empress
આજનો દિવસ સમૃદ્ધિ, સંભાળ અને સર્જનાત્મક ઊર્જાનો છે. મન કોમળ અને સંવેદનશીલ રહેશે. ઘરનું વાતાવરણ આરામદાયક અને સ્નેહપૂર્ણ અનુભવાશે. પરિવાર વચ્ચે સહયોગ અને પોતાપણું વધી શકે છે. નાણાકીય બાબતોમાં સ્થિરતા અને સંતુલન દેખાશે. બિઝનેસમાં વિકાસની તકો ધીમે ધીમે બની શકે છે. વાતાવરણ સુખદ રહેશે. આજે પ્રકૃતિ, કલા કે સૌંદર્ય સાથે જોડાયેલી વસ્તુઓ મનને આકર્ષશે.
કરિયરઃ ડિઝાઇન, કલા કે મીડિયા સાથે જોડાયેલા લોકોને નવા વિચારો મળી શકે છે. મેનેજમેન્ટમાં ટીમ વચ્ચે સુમેળ સાધીને કામ આગળ વધારી શકાય છે. નોકરીમાં તમારી જવાબદારી અને સંભાળભર્યું વલણ વરિષ્ઠોને પ્રભાવિત કરી શકે છે.
લવઃ પ્રેમમાં હૂંફ અને પોતાપણું વધશે. પાર્ટનર સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત થઈ શકે છે. લોન્ગ ટર્મ રિલેશનમાં એકબીજા પ્રત્યે સંભાળનો ભાવ સ્પષ્ટ દેખાશે. સિંગલ લોકોને કોઈ આકર્ષક અને સ્નેહાળ સ્વભાવવાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રતામાં સહયોગ અને સમજણ દેખાશે.
સ્વાસ્થ્યઃ શરીરને પૂરતો આરામ આપવો જરૂરી રહેશે. હળવો અને પૌષ્ટિક ખોરાક શરીરને ઊર્જા આપશે. પાણી પૂરતા પ્રમાણમાં પીવું લાભકારી રહેશે. હળવી વૉક કે યોગથી શરીર સક્રિય રહેશે.
લકી કલરઃ સફેદ
લકી નંબરઃ 1
મીન
Four of Swords
આજનો દિવસ આરામ અને માનસિક વિરામનો છે. મન થોડા સમય માટે શાંતિ ઈચ્છશે. પરિવાર સાથે વાતચીત ઓછી થશે પણ સમજ જળવાઈ રહેશે. કોઈ જૂના તણાવથી દૂર રહેવાની જરૂરિયાત અનુભવાશે. નાણાકીય બાબતોમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે રાહ જોવી વધુ સારું રહેશે. બિઝનેસમાં પણ ગતિ થોડી ધીમી રહી શકે છે. આજે ઉતાવળ કરતા ધૈર્યની વધુ જરૂર પડશે. એકાંતમાં વિતાવેલો સમય મનને સ્પષ્ટતા આપી શકે છે.
કરિયરઃ ઓફિસમાં કામનું દબાણ ઓછું રહેશે, જેનાથી તમને વિચારવાનો અને વ્યવસ્થિત થવાનો અવસર મળશે. શિક્ષણ કે સંશોધન સાથે જોડાયેલા લોકો પોતાના કામનું વિશ્લેષણ કરી શકે છે. સિનિયરો સાથેની ચર્ચાથી આગળની દિશા સ્પષ્ટ થઈ શકે છે. પ્રમોશન કે નવી જવાબદારી તરત જ ન આવે, પણ તૈયારીનો સમય મહત્વનો રહેશે.
લવઃ પાર્ટનર સાથે સમય ઓછો મળી શકે છે, પણ તેનો અર્થ અંતર નથી. ક્યારેક સંબંધને સમજવા માટે થોડો વિરામ પણ જરૂરી હોય છે. લોન્ગ ટર્મ રિલેશનમાં તમે બંને પોતાના વિચારોને વ્યવસ્થિત કરવા માટે સમય લઈ શકો છો. મિત્રતામાં શાંત વાતચીત શાંતિ આપશે.
સ્વાસ્થ્યઃ ધ્યાન કે મેડિટેશન માનસિક શાંતિ આપી શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોમાં થાક અનુભવાઈ શકે છે, તેથી વચ્ચે-વચ્ચે આરામ કરો. હળવો અને સંતુલિત ખોરાક પાચનને વધુ સારું રાખશે.
લકી કલરઃ બ્લુ
લકી નંબરઃ 4