રામનાથ મંદિરે શિવરાત્રિએ પંચવકત્ર પૂજન, મુખ્ય રથમાં ઘૃષ્ણેશ્વર મહાદેવ બિરાજમાન થશે

26 ફેબ્રુઆરીઅે શિવરાત્રિ છે. આ દિવસે સમગ્ર રાજકોટ શિવમય બનશે. શિવરાત્રિના દિવસે રાજકોટના ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ મંદિરને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. ભક્તો પૂજાનો લાભ લઈ શકશે પંચવકત્ર પૂજાનો પ્રારંભ રાત્રે 9.00 કલાકે શરૂ થશે અને રાત્રે 12.30 કલાકે પૂર્ણ થશે શિવરથયાત્રા સમિતિ દ્વારા શિવરથયાત્રા યોજાશે.

મુખ્ય રથમાં ધૃષ્ણેશ્વર મહાદેવ બિરાજમાન થશે. શિવરથયાત્રા સમિતિના આયોજક સંજય આર. ગોસાઈએ જણાવ્યુંછે કે, શિવરથયાત્રાના અધ્યક્ષ રમેશગીરી ગૌસ્વામી- ખેરડીની ગોપાલ ગૌશાળાના સંચાલક રહેશે જ્યારે મહાપ્રસાદના ફરાળના દાતા રાકેશભાઇ સંચાણિયા રહેશે. રથયાત્રા દરમિયાન રાસ-ગરબા ઉપરાંત વિવિધ કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે. રથયાત્રા દરમિયાન સતત ઓમ નમ: શિવાયના મંત્રજાપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *