રામનાથપરાની ‘કૌશર બેકરી’માં વાસી કેક સહિત 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફટી અને હાઇજીન બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, રામનાથપરા મેઈન રોડ પર આવેલી “કૌશર બેકરી”માંથી મોટી માત્રામાં એક્સપાયરી થયેલ અને વાસી 28 કિલો અખાદ્ય પદાર્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરમાં અન્ય 20 જેટલા ધંધાર્થીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 9 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નિયમિત રીતે ફૂડ સેફટી અને હાઇજીન જાળવવા માટે સર્વેલન્સની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. ઝુંબેશના ભાગરૂપે, ફૂડ વિભાગની ટીમે રામનાથપરા મેઈન રોડ પર આવેલી “કૌશર બેકરી” પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, બેકરીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલી પેક્ડ વિપ્પીંગ ક્રીમ (18 કિલો), પેક્ડ ફ્લેવર્ડ સીરપ (5 કિલો) અને વાસી કેક (5 કિલો) મળીને કુલ 28 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક આ તમામ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ, પેઢીને ઉત્પાદન સ્થળ પર સ્વચ્છતા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *