રાજ્યસભા ચૂંટણી-NDAની 37માંથી 22 બેઠકો પર જીત

10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકોના ચૂંટણી પરિણામો સોમવારે જાહેર થયા. NDA એ 22 અને વિપક્ષે 15 બેઠકો જીતી છે. NDA ને 10 બેઠકોનો ફાયદો થયો છે. જ્યારે, વિપક્ષને 10 બેઠકોનું નુકસાન થયું. અગાઉ NDA પાસે 12 અને વિપક્ષ પાસે 25 બેઠકો હતી.

આ 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. ત્રણ રાજ્યો હરિયાણા, બિહાર અને ઓડિશામાં 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ. તેમાંથી 9 બેઠકો NDA ના ખાતામાં ગઈ. વિપક્ષને 2 બેઠકો મળી. ઓડિશા અને હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. બિહારમાં વિપક્ષના 4 ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા જ નહીં. જેનાથી ભાજપને ફાયદો થયો.

બિહારમાં 4 ધારાસભ્યો વોટ આપવા પહોંચ્યા નહીં, NDAને 1 સીટ વધુ મળી

બિહારમાંથી રાજ્યસભાની 5 બેઠકોની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગમાં NDAએ મહાગઠબંધનને હરાવ્યું. RJDના એડી સિંહ ચૂંટણી હારી ગયા. NDAના તમામ 5 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા. તેમાં JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએમ નીતિશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, રાલોમોના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર અને ભાજપના શિવેશ રામનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *