વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ખડગેજીએ 400 બેઠકના આશીર્વાદ આપ્યા. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટ બચાવી શકો.
આ પહેલાં 5 ફેબ્રુઆરીએ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક જ પ્રોડક્ટને ઘણી વખત લોંચ કરવાને કારણે કોંગ્રેસની દુકાન તાળાં લાગી જવાની આરે છે. દેશની સાથે કોંગ્રેસ પણ પરિવારવાદનો માર સહન કરી રહી છે. આ વિપક્ષ ઘણા દાયકાઓથી સત્તામાં હતો, એવી જ રીતે આ વિપક્ષે ઘણા દાયકાઓથી વિપક્ષમાં બેસવાનો સંકલ્પ કર્યો છે.
દેશમાં 5 વર્ષ માટે પાઇપ્ડ ગેસ કનેક્શન આપવામાં આવશે. યુવા શક્તિની તાકાત આખી દુનિયા જોશે. અમારા યુવા સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્નની સંખ્યા લાખોમાં થવા જઈ રહી છે. ટાયર ટુ, ટાયર થ્રી શહેરો સ્ટાર્ટઅપ્સની ઓળખ સાથે ઉભરી આવશે. રેકોર્ડ પેટન્ટ ફાઇલિંગનો દિવસ આવી રહ્યો છે.
અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. કેટલાક લોકો તેને મોદી 3.O કહે છે. મોદી 3.Oએ વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. ભારતમાં આવતા 5 વર્ષમાં ડોક્ટરો અને મેડિકલ કોલેજો વધશે. સારવાર સસ્તી અને સુલભ હશે. દરેક ગરીબ ઘરમાં નળના પાણીનું કનેક્શન હશે. ગરીબોને પીએમ આવાસ આપવામાં આવશે. એક પણ વંચિત નહીં રહે. સોલાર પાવરને કારણે વીજળીનું બિલ શૂન્ય થશે. દેશના કરોડો લોકોને ફાયદો થશે. તમે તમારા ઘરે વીજળી ઉત્પન્ન કરી અને વેચી શકશો.