રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
ગ્રામ્યમાં સ્કૂલોની સંખ્યા વધતા કામગીરીનું ભારણ વધતા નિર્ણય રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્કૂલોની સંખ્યા વધી ગઈ હતી. જેના કારણે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધી જતું હતું. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધવાના કારણે ઘણી ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. જેથી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે.