રાજ્યમાં પ્રથમવાર રાજકોટમાં ફાયર ટેક્સ વસૂલવા સૂચન

રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2025-26નું લીવેબલ થીમ સાથેનું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયું છે અને એ પણ મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે ડ્રાફ્ટ બજેટમાં સૂચન કરાયું છે. બીજી તરફ મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ જંગી વધારો સૂચન કરાયું છે.

રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજે 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત લીવેબલ થીમ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લીવેબલ થીમ એટલે કે શહેરને વધુ લીવેબલ બનાવવા માટે લીવેબલ સિટીના વૈશ્વિક માપદંડોને ધ્યાનમાં રાખી આયોજન કરી ફંડની ફાળવણી પણ કરવામાં આવી છે. લીવેબલ ઈન્ડેક્ષ મુજબ મુખ્યત્વે માળખાકીય સુવિધા જેવી કે શિક્ષણ અને આરોગ્ય, તેમજ સામાજિક આર્થિક ભૌતિક અને સંસ્થાકીય સુવિધા મજબૂત બનાવવામાં આવશે. જેમાં બજેટનું વિતરણ 59% ભૌતિક, 6% આર્થિક, 18% સામાજિક અને 17% સંસ્થાકીય ફાળવણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *